શબ્દ તે તેની મકડી ના જાળની જેમ ફસાવી દે છે, શબ્દ વગર કોઈ પૂર્ણ નથી.. શબ્દ વગર કોઈ નું સત્ય કે અસત્ય ની ખબર પડતી નથી.. શબ્દ જે શીખ્યાં તે આપણું જીવન, જે શબ્દ ચૂકી ગયા તે બીજાનુ જીવન. શ્રી રામની રામાયણ છે, શ્રી કૃષ્ણ ની વાણી ' ગીતા ' છે, શ્રી પરશુરામ ની પ્રતિજ્ઞા છે, વામન અવતારની અદભૂત કથા છે, દરેક અવતારની શબ્દથી ઢંકાયેલી અલોકિક રચનાઓ છે. શબ્દના અનેક રૂપ રંગ અને આકાર છે, કોઈ નો અંતરના ઉંડાણમાંથી નીકળેલો વિશ્વાસ છે, કોઈનો સ્નેહના પરબને તરસ છૂપાવી શકે તેટલો સમય માટેનો શબ્દ છે. ઓળખથી વધારે તેના આચરણનો ચાહક છે. શબ્દથી કેટલાય લોકોનો સંવાદ છે, શબ્દ પરમાત્માના પ્રેમને બોલાવી શકે તેટલો મધુર અવાજ છે, જે હૃદયને ધબકાવી શકે તેટલો બળવાન છે, એક શબ્દ ઘા કરીને ચિરીને ટુકડા કરે તેટલો કઠોર છે. એજ શબ્દ કોઈનાં જીવનને જીવંત કરે તેટલો દયાળું છે.. શબ્દના હકિકતથી અજાણ નથી કોઈને ,પણ હકીકતથી દુર ઘણું બધું અજાણ છે ..માત્ર શબ્દના આધારે બધું બદલાઈ જાય છે, શબ્દથી સંબંધ થાય છે, અને શબ્દથી કેટલાય લોકોના સબંધ અકળાય છે, ખુશી થાય તો ક્યારેક દુઃખ, બધું જ શબ્દ પર આધાર છે, શબ્દ ક્યારેક જૂઠો હોય કે સાચો, તે શબ્દ અંતરઆત્માની દુનિયા જાણે છે. જે શબ્દ કદાચ ધીમે ધીમે રહીને મોટો થાય છે, પણ નાનકડો શબ્દ ઘણી મોટી આફત લાવી શકે છે.. જે બોલવામાં આવે ક્યારેક બધું જ રંગરોગાન કરીને બોલવામાં આવે છે, જ્યારે અંતરના અવાજને લીધે ક્યારેક સાચું દબાવી દેવામાં આવે છે. શબ્દ પૂર્ણ છે અને અપૂર્ણ પણ છે, શબ્દ એજ પૂર્ણવિરામ છે શબ્દ જ એકબીજાના પ્રેમમાં પડેલા છૂપાયેલા પડદા જેવો છે. જ્યા જરૂરી હોય ત્યારે આવે નહિ, શબ્દ એ જ ક્ષણ છે એક એવી સાંજ સુધી પહોંચવા માટેની યાત્રા છે. લી. ઉર્વેશ શાહ